તમે મન ખુલીને ક્યારે હસ્યા છો કઈ યાદ છે ખરું ? બની શકે છે થોડી વાર વિચારવું પડે. આ વ્યસ્ત અને તણાવભર્યા જીવનમાં આપણે હસવાનું જ ભૂલી ગયાં છીએ. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હસવું આપણાં માટે કેટલું જરૂરી છે. હસવાથી ન ફક્ત રોજ રહેનારૂ તણાવ દૂર થાય છે, પરંતુ આપણે રોજિંદા કામને પણ ઉર્જા સાથે કરી શકીએ છીએ. એક કહેવત છે કે “હસે તેનું ઘર વસે” પણ હસે એનું માત્ર ઘર નહિ આખેઆખી દુનિયા વસતી હોય છે. હાસ્યનો હાથ પકડીને મિત્રો જીવન તરી જવાય છે. માટે જ જીવનમાં હસો અને હસવતા રહો.
આમ તો કહેવામાં આવે છે કે લાફ્ટર ઈઝ ધ બેસ્ટ મેડિસિન. આ વાત સાચી છે હસવાથી સારી કોઈ દવા જ નથી, હસવાથી ન ફક્ત આરોગ્ય સારું રહે પરંતુ સુંદરતા પણ નિખરવા લાગે છે. હસવાથી આપણી ફિઝિકલ, મેન્ટલ અને ઈમોશનલ હેલ્થ સારી રહે છે, એટલા માટે જીવનના પડકારોમાં ફસાયને ક્યારે હસવાનું ન છોડવું જોઈએ. 2 એપ્રીલના રોજ (World Laughter Day) વર્લ્ડ લાફ્ડર ડે (વિશ્વ હાસ્ય દિવસ) મનાવવામાં આવે છે, માત્ર 10 મીનિટ મન ખુલીને હસવાથી શરીરને મળશે આ અદ્દભૂત ફાયદા.
હસવાથી શરીરમાં થતા ફાયદા : રોજ થોડી ક્ષણ હસવાથી કેટલા ફાયદા છે તમે વિચારી પણ નહીં શકો. એક સારી સ્મિત મોડે સુધી પણ તમને ફાયદા પહોચાડે છે. જીવનમાં કેટલી પણ મુશ્કેલી કેમ ન આવી જાય, વધું સમય નહીં તો થોડીક ક્ષણ હસવા માટે સમય જરૂર નીકાળો, બની શકે છે માનસિક રીતે આ તમને હળવું અનુભવ ન કરાવે પરંતુ હસવાથી શારીરિક રીતે ખૂબ બદલાવ આવશે, આ વાતની સંપૂર્ણ ગેરન્ટી છે. “કહેવાય છે કે હશે તેનું ઘરે વસે” તે કહેવત આમ જ નથી બોલાતી. ચાલો જાણીએ હસવાથી શરીરમાં થતા ફાયદા વિષે.
પોઝિટિવ એનર્જી મળે : હસી મજાક કરવાથી હૃદયનો બોઝ હળવો થાય છે. સાથે જ ખુલીને હસવાથી તમારી અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે. થોડી ક્ષણ સુધી શાંતિ અનુભવશો. એક સકારાત્મક વ્યક્તિ પોતાના ચારો તરફ પણ ખુશીઓ ફેલાવે છે. એટલા માટે ખૂબ હસો અને તમારી આજુબાજુ પણ ખુશીઓ ફેલાવો.
રોગપ્રતિકારક શક્તિમાં સુધારો : એક સંશોધન મુજબ માનીએ તો હસવાથી શરીરમાં ઓક્સીજન મળે છે. જણાવી દઈએ કે હસવાથી શરીરમાં ઓક્સિજન સારા પ્રમાણમાં મળે છે, આથી રોગપ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે.
બ્લડ સર્ક્યુલેશન સારૂ થાય : તમે કદાચ નથી જાણતા પરંતુ હસવાનું સીધું કનેક્શન બ્લડ સર્ક્યુલેશનથી છે. થોડી ક્ષણ જ ખરી પરંતુ હસીને પોતાના બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરી શકાય છે. એટલું જ નહીં હસવાથી સ્નાયુઓને આરામ મળે છે અને હૃદય સુધી પહોચનારી ધમનીઓમાં લોહીનો સંચાર સારો થાય છે, જેથી ક્યારેય દિલની બીમારી નથી થતી.
માનસિક સ્થિતિમાં સુઘાર : ઘણાં લોકો જૂની બીમારીઓના કારણે તણાવનો અનુભવ કરવા લાગે છે. તેના ચહેરાથી હસવું ગુમ થઈ જાય છે. પરંતુ હસવાથી ચિંતા દૂર થાય અને દરેક ક્ષણ ખુશીનો અનુભવ કરો છો, માટે માનસિક બીમાર વ્યક્તિને હસવાવનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ.
રોગોથી બચાવે : હસવાથી અનેક રોગો હંમેશા માટે ગાયબ થઈ જાય છે. ખાસ કરીને ડાયાબિટીસ, તણાવમાં રહેનારા લોકોને તેનાથી ખૂબ ફાયદા થાય છે. હસવાથી ગંભીર રોગોથી છુટકારો તો નથી મળતો, પરંતુ વ્યક્તિમાં તેના લક્ષણોથી લડવાની હિંમત અવશ્ય મળવા લાગે છે.
તણાવ ઓછું કરે : થોડું હસવું તમારૂ તણાવ દૂર કરી શકે છે. ખુલીને હસવાથી તમે દિવસભરના તણાવને ભૂલી શકો છો. એટલું જ નહીં તમને બ્લડ પ્રેશર, હાર્ટ રેટને સામાન્ય બનાવી રાખવામાં મદદ મળે છે. માટે હસવાથી ચોક્કસ તમારું ટેન્શન દુર થાય છે.
અંગોને ઉત્તેજિત કરે : હસવાથી તમારી ઓક્સિજન યુક્ત હવાના સેવનને વધારે છે, હૃદય, ફેફસા, અને સ્નાયુઓને ઉત્તેજિત કરે છે અને મસ્તિષ્ક દ્વારા ચાલુ એન્ડોર્ફિનને વધારવાનું કામ કરે છે. જેથી તમારા અંગોની કાર્યક્ષમતામાં વધારો થઇ શકે છે.
જો તમારા જીવનથી હસવું ગાયબ થઈ ગયું છે, તો થોડા આગળ વધો અને હસીને જુઓ. હસવાથી તમે કેવો અનુભવ કરો છો, ખરેખર બીજીવાર તમે ખામોશ રહેવાની જગ્યાએ હસવું અને સ્મિત કરવાનું પસંદ કરશો. આમ, નિયમિત હસવાથી શરીરને થાય છે અદ્દભૂત ફાયદા.
આમ, હસતા રહેવાથી ખુબ જ ફાયદો થાય છે, આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને હસતા રહો અને હસાવતા રહો.
જો તમે આવી જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો અવશ્ય Share કરવા વિનતી.
Image Source : www.google.com